જી.એસ.ટી. કાઉન્સીલની ૪૦ મી મિટિંગમાં લેવાયેલ નિર્ણયો:

જી.એસ.ટી. કાઉન્સીલની ૪૦ મી મિટિંગમાં લેવાયેલ નિર્ણયો:

(નોંધ: આ મીટીંગોમાં લેવાયેલા નિર્ણયનો માટેના નોટિફિકેશનો બહાર પાડવામાં આવે ત્યાર પછી જ તે નિર્ણયનો અમલ નોટિફિકેશનમાં દર્શાવેલ તારીખથી લાગુ પડે છે.)

✅ NIL જી.એસ.ટી. રીટર્ન માટે કોઈ લેઇટ ફી ચાર્જ કરવામાં નહિ આવે.

✅જે કરદાતાઓના જી.એસ.ટી. રીટર્ન જુલાઈ-૨૦૧૭ થી જાન્યુઆરી-૨૦૨૦ ફાઈલ કરવાના બાકી છે તે કરદાતાઓને રીટર્ન દીઠ ૫૦૦/- લેઇટ ફી ચાર્જ કરવામાં આવશે, આથી તેઓને લેઇટ ફીમાં રાહત મળશે. આ રાહતનો લાભ જુલાઈ-૨૦૨૦ થી સપ્ટેમ્બેર-૨૦૨૦ સુધીમાં ફાઈલ કરનારા કરદાતાઓને જ મળશે.

✅ જે કરદાતાઓના ૫ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવે છે, એવા કરદાતાઓને ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ ૨૦૨૦ માં ભરવાપાત્ર જી.એસ.ટી. માટે ૧૮% ની જગ્યાએ ૯% વ્યાજ વસુલવામાં આવશે. આ રાહતનો લાભ લેવા કરદાતાઓએ ૩૦ સપ્ટેમ્બર,૨૦૨૦ સુધી માં ટેક્સ ભરીને રીટર્ન ફાઈલ કરવાનું રહેશે.

✅ જે કરદાતાઓના ૫ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવે છે, એવા કરદાતાઓને મે, જૂન અને જુલાઈ ૨૦૨૦ ના જી.એસ.ટી. રીટર્ન , જે તે રાજ્યો અનુસાર ૩૦ સપ્ટેમ્બર,૨૦૨૦ સુધીનો સમય આપવામાં આવશે. રાજ્ય અનુસાર રીટર્ન ફાઈલની તારીખો નોટિફિકેશન દ્વારા જાહેર કરવામાં આવશે.

✅ જે કરદાતાઓના જી.એસ.ટી. રજીસ્ટ્રેશન, જી.એસ.ટી. ડિપાર્ટમેન્ટ દ્વારા રદ કરવામાં આવેલ છે એવા કરદાતાઓને રીવૉકેશનની અરજી (જી.એસ.ટી. રજીસ્ટ્રેશન ફરી ચાલુ કરવા) માટે ૩૦ સપ્ટેમ્બર,૨૦૨૦ સુધીનો સમય આપવામાં આવશે.